Skip to main content

પાક્કો ભાઈબંધ

નિઃસ્વાર્થ મિત્રતા

"જો ભાઈ ખુષાર્થ તારે વિનોદનું કોઈ સારી એવી કોલેજ માં એડમિશન કરાવી આપવું પડશે.."સંજયભાઈ આટલું બોલ્યા કે તરત જ ખુશાર્થે વળતા જવાબ માં ઉતર આપ્યો, " હા સંજયભાઈ કેમ નઈ હમણાં જ કોન્ટેક કરું ને કરાવી આપું એડમિશન..."

ખૂબ જ સરળ હાજરજવાબી અને બધાનો ચાહિતો દેખાવમાં એવરેજ પણ વર્તનમાં તો એની કોઈ કોમ્પેરિજન જ ન કરી શકે એવું પાત્ર એટલે ખુશાર્થ. મારી અને ખુશાર્થ ની પેલી મુલાકાત સંજયભાઈ એટલે કે મારા મોટાભાઈએ કરાવી. હું એ દિવસોમાં મારી હાઈ સ્કૂલનું ભણતર પૂરું કરીને આગળનું ભણતર કરવા અમદાવાદ ગયો હતો.મારા ઓછા ગુણ ને લીધે મને કોઈ સારી કે સરકારી કોલેજ માં એડમિશન નતું મળતું એટલે થોડો ચિંતામાં હતો..

આ દિવસોમાં ખુશાર્થ ડિપ્લોમા કરી રહ્યો હતો અને એને જ મને એની કોલેજ માં એડમિશન કરવી આપ્યું...હવે એડમિશન તો થઈ ગયું પણ અમદાવાદ શહેર મારા માટે સાવ અજાણ્યુ હતું. મારા મોટાભાઈ અને એના કૌટુંબિક લોકો સિવાય હું કોઈને નતો ઓળખતો. આખો દિવસ બસ ચાર દીવાલ વચ્ચે ટળવળું અને રાતે સમય થાય એટલે સુઈ જવું જાણે આ જ મારું રોજીંદુ થઈ ગયું હોય એવું લાગતું .આ બધી ગૂંચણામાણો વચ્ચે એક દિવસ મને ખુશાર્થનો મેસેજ આવ્યો , "ભાઈ ક્યાં છે તું ફટાફટ નીચે આવ હું પાર્કિંગ માં તારો વેઇટ કરું છું." મેસેજ આવતાની સાથે જ મારા પગ જાણે એની જ વાટ જોઈને બેઠા હોય એમ ચાલવા મંડ્યા...

પછી શું જાણે કાળઝાળ રણમાં રખડતા માનવીને જેમ તળાવ મળી જાય એમ મને પણ ખુશાર્થના રૂપમાં એક આખો સમંદર મળી ગયો.મારી અને ખુશાર્થની મુલાકાત ના લગભગ સાતેક દિવસ પછી અમારી દોસ્તી એટલી મજબૂત બની ગઈ કે અમે એક જ માં ના બે દીકરાઓ.
આખો દિવસ સાથે રહેવું કોઈ પણ નાનામાં નાની વાત એકબીજાથી શેર કરવી લોકોને મદદ કરવી કોઈને ચિડાવવું આવી નાની નાની વાતોથી અમે અમારા જીવનની પ્રત્યેક પળનો સાથે આનંદ માણતા..મારો અને ખુશાર્થનો કોલેજ ટાઈમ અલગ અલગ હતો એટલે અમે એકબીજાને કોલ કરીને ટાઇમનું સેટિંગ કરવા ક્યારેક હું કોલેજ બંક કરતો તો ક્યારેક એ.

સાવ અજાણ્યા શહેરમાં અજાણ્યાં લોકો વચ્ચે એણે મને જાણે વરસો નો નાતો હોય એમ પરિચિત કરાવી દીધો.આમને આમ દિવસો વીતતા ગયા અને એકબીજાથી ક્યારેય દૂર ના થવાના પ્રોમિસ સાથે અમે દરરોજ છુટા પડતા.જોત જોતામાં એને મને જિંદગીના કેટલાય અહમ પાઠ શીખવાડી દીધા એ કદાચ મને એ સમયે ના સમજાયું પણ આજે જ્યારે એકલો બેસીને આ વાત પર વિચારું તો આંખમાંથી પાણી વહી જાય છે..

"મોજ મસ્તીમાં રેવા વાળો અને બીજાને ખુશ રેવાની સલાહ આપવા વાળો આજે કેમ ઉદાસ છે ? " એને એક દમ શાંત અને ચૂપ જોઈને મારાથી ના રેવાયું એટલે પુછાય ગયું."છોડને ભાઈ કાઈ જ નથી થયું."વળતા જવાબ માં એને કહિતો દીધું પણ એના હસતા ચેહરાના નૂર ને કોઈ વાત તો કોરી ખાય છે એ એના મો પર ચોખ્ખું દેખાતું હતું.

મેં ઘણી બધીવાટાઘાટો અને ઘણા પ્રોમિસ કરીને એની પાસેથી આ વાત ને જાણવાની કોશિશ કરી અને અંતમાં એની પાસેથી વાત જાણી. વાત કહેવાનું ચાલુ કરે એ પહેલાં એને મને કહ્યું "ભાઈ એક વાતનું પ્રોમિસ કર આપણે ગમે ત્યાં હોઈશું આપણી આ ભાઈબંધી ક્યારેય નહીં તૂટે જાણે કોઈ પણ સંજોગો ભલે કેમ ના થઇ જાય.."આ સાંભળતા મારી અંદર રહેલી એના પ્રત્યેની લાગણી ખૂબ જ વધી ગઈ હું એકી નજરે એની સામું જોયા કર્યો."એલા આમ સામું શુ જોવે છે મેં કાઈ તારી પાસેથી તારું બૈરું થોડું માંગી લીધું છે."મનમાં મલકાતો હું  એની પાસે જઈને એને ભેટીને મેં કહ્યું," હા ભાઈ પ્રોમિસ કરું છું ક્યારેય નહીં જાવ"આવા તો કેટલાય પ્રોમિસ અમે એકબીજા સાથે કર્યા હતા સાથે રહેસુ એકી જ લાઇન માં આપણે મકાન લેશું. એક જ તારીખે મેરેજ કરીશુ અને છોકરાઓ થાય એટલે એને એક જ સ્કુલમાં ભણાવીસુ એટલે એની પણ ભાઈબંધી આપણા જેવી જ બંધાઈ.

જોતજોતામાં મારુ ગ્રેજ્યુએશન પૂરું થયું હવે બાપના પૈસે પેટ પુરવાનો સમય નહોતો અને પારિવારિક જવાબદારીઓ જાતે ઉપાડી જે કાંઈ પણ કમાઈયે એને ઘરમાં અને થોડું પાસે રાખવાનો સમય આવી ગયો.હવે મારે મારી આગળની જિંદગી મારી જાતે જ ચિતરવાની હતી એટલે મનગમતા લોકોથી દૂર જવાનું જ રયુ કોઈ સારી એવી જોબ મળી જાય એટલે લાઈફ સેટ એવું વિચારી હું મારા રસ્તે નીકળી પડ્યો પણ આ બધાની વચ્ચે મારે મારા જીગરજાન થી દુર પણ થવું પડશે એટલે મનમાં થયું લાવ એને છેલ્લી વાર મળતો આવું ,"માસી ખુશાર્થ ઘરે છે ?" મેં ખુશાર્થના મમ્મી ને પૂછયું."ના બેટા એતો આજે જ એના મામાના ઘરે ગયો છે એના આઈ બીમાર છે એટલે ઉતાવળમાં ગયો છે અને અમે પણ હમણાં જઈસુ " મેં કીધું સારું એને મળો એટલે મારી યાદ આપજો હવે ક્યારે મળીયે એનું નક્કી નહીં કેમ કે હું હવે ગામડે જાવ છું ત્યાંથી કદાચ મારે મારી જોબ માટે સુરત જવાનું થશે..

  હવે જિંદગી ના આ વળાંક પછી હું મારી લાઈફમાં એકદમ બીઝી રહેવા માંડ્યો મારી પાસે એક કલાકનો પણ ટાઈમ હોય ત્યારે હું મારા શોખ પ્રમાણે વાંચવાનું કામ કરતો..અને વિકમાં એકવાર કે બે વાર ખુશાર્થને કોલ કરી લેતો જેથી મારા દિલને શાંતિ થતી અને અમારી બધી જૂની વાતો તાજી થઈ જતી.આમ ઘણો સમય ફોન કોલનો આ રિવાજ અમારી વચ્ચે ચાલ્યો.હવે મારે પણ કામ ઘણું વધી ગયું મારા પપ્પાની તબિયત સરખી નતી રહેતી હતી એટલે મેં મારા આખા પરિવારની જવાબદારી મારા ખભા પર લઈ લીધી એટલે મારી પાસે હવે સાવ ઓછો ટાઈમ રહેતો.લગભગ ત્રણેક મહિના વીતી ગયા મારે અને ખુશાર્થને વાત કર્યાના આ ત્રણ મહિનામાં વચ્ચે એક વાર એનો કોલ આવેલો પણ સંજોગોવાત હું રિસીવ ના કરી શક્યો અને મારા બીઝી સેડયુલમાં ફરી એને કોલબેક પણ ના કરી શક્યો.

છેવટે એક દિવસ મેં એને કોલ કર્યો પણ એના બદલે એના મમ્મીએ કોલ રિસીવ કર્યો અને કહ્યું કે "બેટા બહુ મોડું થઈ ગયું છે હવે અને જતા જતા એ એટલું કહેતો ગયો કે મારા ગયા પછી એનો કોલ આવે તો જ મારા વાલીડા ને મારા કમોત ની ખબર આપજો અને મારા પ્રોમિસ પ્રમાણે હું હંમેશ એની સાથે જ છું બસ આ જિંદગીએ મને ટાઈમ ના આપ્યો આટલું કહી દેજો, " આ સાંભળતા જ મારા પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ હોય એવું લાગવા માંડ્યું મારો જીવ તાળવે ચોંટી ગયો. "પણ માસી એને થયું તું શું એતો કહો."મેં રડતા રડતા પૂછ્યું. "દીકરા તું અહીં હતો એટલે જ જાણે એ જીવતો તારા આવ્યા પછી અમને એવું લાગતું એને બ્રેન ટ્યુમર હતું " માસીએ જવાબ આપ્યો અને મારા મોમાંથી એક શબ્દ ના નીકળ્યો આખી રાત બેસીને હું રડ્યો અને મારી બીઝી લાઈફ ને લઈને ખૂબ પસ્તાયો.

ક્યારેક આપણી વચ્ચે એવા સંજોગો મંડાય જ્યારે આપણને ભગવાનના હોવા પર પણ આશંકા થાય.શુ વાંક હતો એ દિલદાર હસમુખ ને સાચા માણસનો કે આજે એની ખોટ મારે અને એના પરિવારને ભોગવવી પડે છે.

કોઈ પણ જાતનો સ્વાર્થ વગર એ મને કેટલુંય શીખવાડી ગયો અને મારા પર હવે એના ના હોવાનો બોજ છોડતો ગયો.


            【પ્રારંભ】
           સિધ્ધાર્થ છોડવડીયા..

Comments

  1. Ha maro..bhai...

    Im proud of you brother....

    Love..u

    Bhai..😊😘

    ReplyDelete
  2. Great Brother.. proud of u..aaje khbr padi mane to k tu blog kare chhe ..keep doing this..👍✌️☺️hats off..👏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

જીદ એટલે જ પ્રેમ

મારો 24 કેરેટ સોના જેવો શુદ્ધ પ્રેમ...... તારીખ 4 માર્ચ 2016...હું વિચારું ત્યાં સુધી લગભગ આજ તારીખે એને મારી મિત્રતા ને સ્વીકારી હતી.મારા મનમાં ઉદભવતા તમામ પ્રશ્નો ના જવાબ હતા એની પાસ...