નિઃસ્વાર્થ મિત્રતા "જો ભાઈ ખુષાર્થ તારે વિનોદનું કોઈ સારી એવી કોલેજ માં એડમિશન કરાવી આપવું પડશે.."સંજયભાઈ આટલું બોલ્યા કે તરત જ ખુશાર્થે વળતા જવાબ માં ઉતર આપ્યો, " હા સંજયભાઈ કેમ નઈ હમણાં જ કોન્ટેક કરું ને કરાવી આપું એડમિશન..." ખૂબ જ સરળ હાજરજવાબી અને બધાનો ચાહિતો દેખાવમાં એવરેજ પણ વર્તનમાં તો એની કોઈ કોમ્પેરિજન જ ન કરી શકે એવું પાત્ર એટલે ખુશાર્થ. મારી અને ખુશાર્થ ની પેલી મુલાકાત સંજયભાઈ એટલે કે મારા મોટાભાઈએ કરાવી. હું એ દિવસોમાં મારી હાઈ સ્કૂલનું ભણતર પૂરું કરીને આગળનું ભણતર કરવા અમદાવાદ ગયો હતો.મારા ઓછા ગુણ ને લીધે મને કોઈ સારી કે સરકારી કોલેજ માં એડમિશન નતું મળતું એટલે થોડો ચિંતામાં હતો.. આ દિવસોમાં ખુશાર્થ ડિપ્લોમા કરી રહ્યો હતો અને એને જ મને એની કોલેજ માં એડમિશન કરવી આપ્યું...હવે એડમિશન તો થઈ ગયું પણ અમદાવાદ શહેર મારા માટે સાવ અજાણ્યુ હતું. મારા મોટાભાઈ અને એના કૌટુંબિક લોકો સિવાય હું કોઈને નતો ઓળખતો. આખો દિવસ બસ ચાર દીવાલ વચ્ચે ટળવળું અને રાતે સમય થાય એટલે સુઈ જવું જાણે આ જ મારું રોજીંદુ થઈ ગયું હોય એવું લાગતું .આ બધી ગૂંચણામાણો વચ્ચે એક દિવસ મને ખુશાર્થન...